એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 7

(115)
  • 7.5k
  • 3
  • 3k

બદરી, બાબા કો બુલાવ...’ મોડી સવારના બહારગામથી આવેલા ગુરુનામે હજુ ઘરમાં પગ નહોતો મુક્યો ને હૂકમ છોડ્યો. ગુરુનામના અવાજમાં રહેલી કરડાકી સાંભળી વર્ષો જુનો વિશ્વાસુ બદરી સહેમી ગયો. નક્કી આજે ફરી બાપ-દીકરાની જબરજસ્ત જામી જવાની... ટેબ્લોઇડમાં છપાયેલી સ્કુપ જેવી પિક્ચર સ્ટોરી જોઇને ગુરુનામ વિરવાનીના મગજ પર જાણે સાત - સાત હેલિકોપ્ટર્સ એક સાથે લેન્ડિંગ કરી રહ્યાં હોય એવો ત્રાસ એમના ચહેરા પર સ્પષ્ટ ચિતરાઇ ગયો હતો.