આજનું શિક્ષણ

(21)
  • 12.4k
  • 7
  • 2.6k

ગુજરાતી કક્કો આવડતો હશે એને અંગ્રેજીની ABCD પર ફાવટ આવી જશે પણ, અંગ્રેજીની ABCD પરથી ગુજરાતી કક્કા પર ફાવટ નહિ આવે. આપણે આપણા વિચારોની અભિવ્યક્તિ આપણી માતૃભાષામા જે સચોટ રીતે કરી શકીએ છીએ એટલી સચોટતા અને સરળતાથી અંગ્રેજીમા નથી કરી શકતા, જે સત્ય હકીકત છે, જૂજ અપવાદો છોડીને. તો શા માટે, પોતાના બાળકને માતૃભાષા છોડી વિદેશી ભાષામાં જ્ઞાન અને સમજણનું ધાવણ આપવું જે જ્ઞાન અને સમજણ, માતૃભાષા આપી શકે એ સાવકી ભાષા ન આપી શકે. મિત્રો, ફરક ફક્ત માધ્યમનો જ પડે છે, એ વાત સમજો.