બાજી - 10

(172)
  • 7.8k
  • 4
  • 4.1k

અમીચંદ, મહેશ, રાકેશ અને ગોપાલ ઉઘાડા પગે સ્મશાનમાં ગાયત્રીદેવીની, ચિતાની રાખ પાસે ઊભા હતા. તેમનાથી થોડે દૂર હાથમાં પૂજાની સામગ્રીના થાળ સાથે ત્રણ-ચાર નોકરો ઊભા હતા. એક પંડિત ચિતાની રાખ પર ગંગાજળ છાંટીને મંત્રોચ્ચાર કરતો હતો. એના આદેશથી નોકરોએ થાળ નીચે મૂકી દીધા. વિધિ પૂરી થયા પછી પંડિતજીએ ત્રણેય ભાઈઓને રાખમાંથી અસ્થિફૂલ લેવાનો સંકેત કર્યો. ગોપાલનું હૈયું હચમચી ઊઠ્યું હતું. ત્રમેયે માત્ર ધોતિયું જ પહેર્યું હતું. એની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. અમીચંદ, મહેશ અને રાકેશની આંખોમાં પણ આંસુ ચમકતાં હતાં પરંતુ એ નકલી હતા.