બાજી - 9

(170)
  • 8k
  • 3
  • 3.8k

બપોરના બે વાગ્યા હતા. ડ્રોંઈગરૂમમાં અમીચંદ, મહેશ અને રાકેશ બેઠા હતા. ગોપાલ પોતાના રૂમમાં હતો અને સારિકા પણ પોતાના શયનખંડમાં આરામ કરતી હતી. તેઓ ગોપાલ તથા વંદનાના લગ્નની ચર્ચા કરતા હતા. ટેલિફોનની ઘંટડીના અવાજથી તેમની વાતોનો ક્રમ તૂટી ગયો. ‘ હલ્લો...અમીચંદ સ્પીકીંગ...!’ એણે રિસીવર ઊચકતાં કહ્યું. ‘ મિસ્ટર અમીચંદ, હું ઈન્સ્પેકટર વામનરાવ બોલું છું.’ સામે છેડેથી વામનરાવનો પરિચિત સ્વર તેને સંભળાયો.