સાસુ - માતા ઉદારતા

  • 1.5k
  • 1
  • 411

બહુ જ ટૂંકાણમાં ઘણું બધુ કહી દેવાનો 'સ્નેહા પટેલ'નો એક ઓર પ્રયાસ. લેખનું નામ વાંચીને એટલો જ અર્થ કાઢશો તો પસ્તાશો...આ લેખમાં સ્ત્રી - સાસુ કે માતા વિશે તો પ્રત્યક્ષ રીતે જ કહેવાયું છે હકીકતે એનો અર્થ સમજતાં એ વાત પુરુષ-સસરા કે પિતા વિશે પણ એટલી હદે સ્પર્શે છે. જો આ લેખનો ભાવાર્થ સમજાઇ જાય તો ઃ 'ગુસ્સે ભરાયેલ જમાઈએ સાસુને એસએમએસ કર્યો- તમારી પ્રોડક્ટ મારી જરુરિયાત પ્રમાણે બંધબેસતી નથી પાછી લઈ જાઓ.' સ્માર્ટ સાસુએ જમાઈને રીપ્લાય કર્યો, 'તેની વોરંટી પૂરી થઈ ગઈ છે અને એક્વાર વેચાણ થયા બાદ ઉત્પાદક તેના માટે કોઇ રીતે જવાબદાર નથી.' આવા સડેલાં જોકસને 'બાય બાય' જ નહી પણ ધૃણાથી હડસેલીને સમાજમાંથી નાબૂદ કરી દેવાનો સમય હાથવેંતમાં જ છે.