તુફાનની સવારી

(28)
  • 3.9k
  • 4
  • 1.1k

“એક કામ કરો...તમારો એક પગ ગીયરની પેલી બાજુ કરી દો અને એક આ બાજુ...એટલે તમને પણ ફાવે..”તેણે કહ્યું અને ગાડીના બે કાચ સેટ કર્યા. જરૂર હોય ત્યારે ગધેડાને પણ બાપ કહેવા પડે, એટલે મેં મોઢું બગાડી એક પગ ગીયરની બીજી બાજુ મુક્યો. ડ્રાઈવર માટેની જગ્યામાં વધારો થયો હોવા છતાં,તે પોતાનું અડધું પડખું બહારની બાજુ રાખીને બેઠો હતો. તેણે ગાડી ચાલુ કરી અને જેવો પહેલો ગીયર બદલ્યો અને મારા બાર વાગી ગયા!! મને અપાર વેદના થઇ. તેણે સોરી વાળું મોઢું બનાવી કહ્યું “થોડાક...પાછળ થઇ જાઓ. તમને ફાવશે” અને તેણે ક્લચ છોડી ગાડી ચાલતી કરી. ગાડીના આગળના કાચ પર પાંચેક ભગવાનના ફોટા હતા, ચૂંદડી હતી અને બાજુના લોક તૂટેલા ડ્રોવરમાંથી બે-ચાર તમાકુની પડીકીઓ ડોકિયા કરતી હતી. ધીમે-ધીમે ગાડીની સ્પીડ વધવા લાગી. હું હવે ગીયર બદલાવાની પ્રકીયાથી વાકેફ થઇ ચુક્યો હતો અને દરેક ગીયરે હું થોડો ઘણો હલીને શાંત થઇ જતો. ઝડપ પકડતા જ તેણે ટેપ ચાલુ કર્યું. એમના સમયના એટલે કે ૯૦ના દસકનાં ગીતો હતા. અને પહેલું જ ગીત વાગ્યું “જીતા થા જિસકે લીયે...જિસકે લીયે મરતા થા...” શક્તિ કપૂરે ગીતના શબ્દો સાથે માથું ધુણાવવાનું ચાલુ કર્યું.