પ્રસ્તાવના. લેખક મિત્ર શ્રી નિલેશ મુરાણીની આ કૃતિ “રોશની”ની પ્રસ્તાવના લખતી વેળા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. જે લખવાનો મને બિલકુલ અનુભવ નથી, પરંતુ મિત્ર નિલેશભાઈનાં ફરમાનને ટાળી શકવાની હિંમત ન હોવાથી ખૂબ જ કપરી જવાબદારી માથે આવી પડી છે. કોઈ વાર્તાની પ્રસ્તાવના લખવાનું મારૂં ગજું નથી, છતાં મિત્રધર્મ નિભાવવા માટે થોડી હિંમત કરી લઉં છું. આ વાર્તા છે નાયક ચિરાગનાં જીવન પર, એક એવાં યુવાનની, જે જબરદસ્ત હતાશામાં હોય છે, જીવનથી તદ્દન નિરાશ થઈ આત્મહત્યાનાં વિચાર કરવા સુધી પ્રેરાય છે. ચિરાગને એ ભયંકર યાતના માંથી ઉગારી એને ફરીથી જીવન તરફ લાવનાર નાયિકા રોશની ખરેખર આ વાર્તાનું શિર્ષક સાર્થક કરે