બાજી - 7

(180)
  • 8.9k
  • 7
  • 4.4k

બીજે દિવસે સવારના પહોરમાં મોતીલાલ અમીચંદને ત્યાં પહોંચી ગયો. એને અણધાર્યા આવી ચડેલો જોઈને અમીચંદ, મહેશ, સારિકા અને રાકેશ એકદમ ચમકી ગયો. મનોમન તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. પરંતુ તરત જ તેમણે પોતાના ગભરાટ પર કાબૂ મેળવી લીધો. ‘ આવો...મોતીલાલ શેઠ...! સરોજ અને ગુડ્ડી નથી આવ્યા... ’ અમીચંદે સ્મિત ફરકાવીને સ્વસ્થ અવાજે પૂછ્યું. મોતીલાલે ક્રોધથી સળગતી નજરે અમીચંદે સામે જોયું. ‘ સમજ્યો...સરોજ આપની પાસે થોડા દિવસ રોકવા માંગે છે ખરું ને ’