અવતાર ઉત્ક્રાંતિનો અસ્પષ્ટ અરીસો

  • 2.4k
  • 4
  • 784

હાલના વિશ્વના મહાન જીવવિજ્ઞાની(બાયોલોજિસ્ટ) અને બિનસાંપ્રદાયિક માનવતાવાદના પ્રણેતા એવા રીચાર્ડ ડૉકિન્સ એકવાર કહેતા હતા કે આપણા સૌથી જુના પૂર્વજ માછલી છે. ત્યારે અચાનક મને આપણી અવતારવાદની પૌરાણિક માન્યતા યાદ આવી ગઈ ને માનસપટલ ઉપર દ્ગશ્ય ઊભરી આવ્યું મત્સ્યાવતારનું ભગવાનનો પહેલો અવતાર માછલીરૂપે. આપણા પ્રાચીન મનીષીઓનાં મનમાં આમ અચેતનરૂપે ક્યાંક ઉત્ક્રાંતિની સમજ તો નહિ હોય ને? ભગવાનનો પહેલો અવતાર મત્સ્યાવતાર એવું કહેનાર કોઈ અજ્ઞાત ઋષિ અને આપણા સૌથી જુના પૂર્વજ માછલી છે એવું કહેનાર આધુનિક વૈજ્ઞાનિક એવા ડૉકિન્સ બંનેની વાતમાં સામ્ય નથી લાગતું? ઉત્ક્રાંતિનો ક્રમ અત્યંત ધીમો હોય છે. માછલીથી મનુષ્ય સુધીની સફરમાં વિવિધ જાતિ-પ્રજાતિ રૂપે વિકસતા વિકસતા કરોડો વર્ષ વીતી ગયા હોય છે. અવતારવાદ વિષે વૈજ્ઞાનિક લેખ વાંચો.