આફત - 11

(179)
  • 11.5k
  • 5
  • 5.2k

આફત કનુ ભગદેવ 11: નાગપાલનું આગમન...! બીજી તરફ-કિરણ ફોન કરવા માટે અંદર ગઈ કે તરત જ હિરાલાલ ધ્રુજતાં અવાજે બોલ્યો, ‘કિરણને ફોન કરતા અટકાવ રાજેશ...! જો પોલીસ અહીં આવે તો...તો...’ ‘હું તો કહું છું કે આવવા દો પોલીસને...!’ કમલાએ તેની વાતને વચ્ચેથી જ કાપી નાંખતા કહ્યું, ‘પોલીસનાં આગમનથી આપણાં દિકરાનું ખૂન કોણે કર્યું છે એની આપણને ખબર પડી જશે.’ ‘તારી બોબડી બંધ રાખ નાલાયક...!’ હિરાલાલ કમલા પર વીફરી પડતાં બોલ્યો, ‘પોલીસ અહીં આવશે તો આપણો ભાંડો ફૂડી જશે. અને જો એવું થશે તો પછી કિરણ આ ઘરમાં એખ મિનિટ પણ નહીં રોકાય. એ જો ચાલી જશે તો આ કરિયાવરનો સામાન