શ્રી ને શ્રદ્ધાંજલિ

(23)
  • 12.8k
  • 1
  • 3.2k

‘આનંદ’ ફિલ્મનો મશહૂર ડાયલોગ બીજા કોઈ નહીં ને પ્રાણપ્યારી શ્રીદેવી માટે જ લખવો પડશે એવી કલ્પનાય નહોતી કરી કદી. આ કંઈ મરવાની ઉંમર હતી મરવાની ઉંમરે પહોંચેલા એવા તો કેટલાય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એ બધાંને છોડીને ઉપરવાળાએ કેમ શ્રીને જ ઉપાડી લીધી કદાચ એનેય રૂપ અને ટેલેન્ટનું આવું કાતિલ કોમ્બિનેશન બીજે ક્યાંય નહીં મળ્યું હોય… મળે પણ ક્યાંથી, શ્રી એકમેવ જ હતી. ન ભૂતો, ન ભવિષ્યતિ…