આફત - 9

(186)
  • 11k
  • 8
  • 5.2k

આફત કનુ ભગદેવ 9. કરિયાવરની લાલચ સુનિતાના મૃતદેહને ગુમ થઈ ગયેલો જોઈને બધાના હોંશ ઊડી ગયા હતા. હિરાલાલ ભયનાં અતિરેકથી બે ભાન થઈ ગયો હતો. જાણે કોઈક અર્દશ્ય શક્તિએ જકડી રાખ્યા હોય તેમ એમના પગ ધરતી સાથે જડાઈ ગયા હતા. તેઓ બધાં જડવત બનીને પથ્થરની મૂર્તિની જેમ ઊભા હતા. માત્ર તેમની આંખો જ ચકળ-વકળ થતી હતી. પછી સૌથી પહેલાં અમર ભાનમાં આવ્યો. એ હિરાલાલના બેભાન દેહને ઊંચકવા માટે નીચો નમ્યો કે સહસા તેની નજર વાડીની દીવાલ તરફ લંગડાતી ચાલે દોડતી એક આકૃતિ પર પડી. એ આકૃતિએ પોતાનાં ખભા પર કંઈક ઉંચકી રાખ્યું હતું. ‘ત્યાં જુઓ...’ એ ચીસ જેવાં અવાજે બોલ્યો,