પ્રેમ-કાંડ - 2

(59)
  • 8k
  • 1
  • 4k

, કદાજ હું મારા માટે બળવો ન પણ કરું, પણ વૈશાલી માટે કંઈ પણ કરી છૂટવાની ભાવનાએ મારા મગજમાં ઘર કરી લીધું હતું, સાલ્લ્લો કાર્તિક પણ જબરો છે,, આટલો સમય થયો ક્યારેય તેની ગર્લ ફ્રેન્ડનો ફોટો પણ ન બતાવ્યો અઘરી આઈટમ છે, એ પણ! સાલ્લાને બીજી કોઈ જ્ઞાતિમાં છોકરી ન મળી સલ્લાએ મારી જ્ઞાતિની છોકરી ઉપર તરાપ મારી ખેર જે થયું એ સારું થયું, મારું જે થવું હોય તે થાય પણ કાર્તિક માટે રસ્તો ખુલ્લો થયો, અને મારી પાસે કોઈ ઉપાય પણ ન હતો, જો હું વૈશાલીને રીજેક્ટ પણ કરતો તો એવું પણ બની કે અમારી જ્ઞાતિનો કોઈ બીજો છોકરો પસંદ કરી લેતો, અને પછી બાજી મારા હાથ માંથી નીકળી પણ જતી, આ તો કોઈ કુદરતની કરામત છે કે જોગાનુજોગ વૈશાલી મારી લાઈફમાં આવી. હવે પછીનો મારો અધ્યાય કાર્તિક ને મળવાનો.