આફત - 7

(177)
  • 9.9k
  • 5
  • 5.1k

આફત કનુ ભગદેવ 7: યોજનાનો અમલ......! પોતાના બેડરૂમની બહાર કોઈકના પગલાંઓનો અવાજ સાંભળીને સુનિતાના ધબકારા એકદમ વધી ગયા. ડૂબતા સૂરજની સાથે સાથે એનું હૃદય પણ ડૂબવા લાગ્યું. આવનાર એક કરતાં વધારે હતાં એ તેમનાં પગલાંના અવાજ પરથી સ્પષ્ટ થતું હતું. આજે જરૂર કંઈક નવા –જૂની થશે. એના અંતરમનમાંથી અવાજ નીકળ્યો. એ બીજુ કશું યે વિચારે પહેલાં જ હિરાલાલ, અમર અને રાજેશ સાથે એક ત્રીસેક વર્ષનો આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો માણસ અંદર આવ્યો. સુનિતા તરત જ તેને ઓળખી ગઈ. એ તેનો ભૂતકાળનો પ્રેમી આનંદ જ હતો. આજે ઘણા સમય પછી ફરીથી તેને પોતાની સામે જોઈને જાણે હમણાં પોતાનું કલેજું મોંમાથી બહાર નીકળી