વેર વિરાસત - 46

(154)
  • 7.1k
  • 4
  • 2.9k

વેર વિરાસત ભાગ - 46 એક ઘડી માટે તો માધવીને લાગ્યું કે એ પથ્થર થઇ ગઈ છે. શમ્મી ને રાજેશની વાત સાંભળ્યા પછી કાન પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો. રાજા અને મધુરિમાનું લગ્નજીવન એક સમાધાન હશે એ તો સમજી શકાય પણ, આટલી હદે ? રાજે સફળતા પામવા પોતાની જિંદગીની તમામેતમામ ખુશી હોમી દીધી હશે ? સ્ટ્રોક માટે જવાબદાર મધુરિમા નહી બલકે રિયા હતી એમ પેલો શમ્મી કેમ બોલ્યો ? તો એ વાત શું હતી ? એવું તો શું બન્યું હશે કે રાજાને સ્ટ્રોક આવવાનું કારણ રિયા બની હોય ? ઈચ્છા તો હતી આઈસીયુમાં જઈને એકવાર બેડ પર બેહોશ પડેલાં રાજને જઈને જોઈ લેવાની. પણ, એ માટે જરૂરી