આફત - 6

(174)
  • 10.6k
  • 4
  • 5.6k

આફત કનુ ભગદેવ 6: સાવિત્રીની કરૂણતા! સુનિતાના મોંમાંથી વેદનાના ચિત્કારો નીકળતા હતા. એ બેભાન ન થઈ ગઈ ત્યાં સુધી અમર, કમલા, હિરાલાલ વિગેરેએ તેને મારકુટ કરી હતી. એ હમણા જ ભાનમાં આવી હતી. એણે પોતાની જાતને રૂમની જમીન પર પડેલી જોઈ. સખત ઠંડી પડતી હતી. અને આમે ય સુનિતાને ટાઈફોઈડ થઈ ગયો હતો. જમીનની ઠંડકને કારણે તેના હાડકાંઓ થીજી ગયાં હતાં. એ ટાઢથી ધ્રુજતી હતી. જમીન પરથી ઊભા થતાં તેને ઘણી વાર લાગી ગઈ. એના શરીરમાં ઊભા થવાની તાકાત નહોતી રહી. શરીરની સાથે સાથે એનું મન પણ ભાગી ગયું હતું. ત્યારબાદ એની નજર પલંગ પર પડી. ત્યાં અમર ગાઢ ઊંઘમાં