અ સ્ટોરી [chap-16]

  • 3.7k
  • 2
  • 885

રાતનો અંધકાર અને એના ન આવવાનો અહેસાસ બંને મારા મનમાં વધુ ઘટ્ટ સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. સાંજે એણે જ્યારે મને ઘરના બધા હોવાનું બહાનું બનાવ્યું ત્યારે પણ એ છત પર આવેલી તો હતી જ, તો પછી કઈ કહ્યું કેમ નહિ હોય... ’ હું વારંવાર એના સાંજના છેલ્લી વખતના જોયેલા ચહેરા પરના ચકળવકળ ભાવો સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચક્રવ્યુહમાં ફસાયેલા અભિમન્યુના જેમ આ બંને તર્ક મારા મનમાં મુંઝવણો વધારી રહ્યા હતા. એવું તો વળી શું હોઈ શકે જેના કારણે એ સાંજના સમયે મારા આવવા સુધી ધાબા પર જ બેઠી હતી અને અચાનક... અચાનક જ જ્યારે મેં એને હાથથી પકડીને પૂછ્યું, તો એ ભાઈ પપ્પાનું બહાનું કરીને નીચે ભાગી ગઈ. પણ, વાસ્તવિકતાતો એ હતી ને જે મિત્રાએ કહી, મિત્રા તો કહેતી હતી સાંજે કે જીનલના પપ્પા બે દિવસથી ઘરે નથી. ઓફીસના કામે એ ક્યાંક બહાર જતા રહ્યા છે અને હજુ એમને આવતા લગભગ બે દિવસ બીજા પણ લાગવાના છે. તો પછી એણે મને ખોટું કેમ... ’ મારા મનમાં તર્કોનો ચક્રવાત વકરતો જઈ રહ્યો હતો. ‘તો મને... ’ એ રાત્રે છેક નાવના ટકોરે ધાબા પર આવીને મારી સામે ઉભી રહી ગઈ. એની આંખોમાં વિચિત્ર પ્રભાવ હતો પણ કદાચ ઉતરતો જઈ રહેલો પ્રભાવ સતત ઘટતો જઈ રહ્યો હતો. એની આંખોમાં જોયા પછી હું વધુ કઈ બોલી પણ ન શક્યો. read more...