તું જ્યારે મારી સામે હોય છે ત્યારે હું શ્વાસ લેવાનું અને આંખો પલકવાનું ભૂલી જાવ છું. હું એવો ખોટો અને અપ્રામાણિક દાવો નથી કરતો કે મેં આખી દુનિયા માંથી કે લાખો કરોડો માંથી તને પસંદ કરી છે. પણ હા એટલું ચોક્કસ કહીશ કે મેં મારી આસપાસ, મારા સંપર્કમાં રહેલાં અને મારી સાથે જીવતા લોકોમાંથી મેં તને પસંદ કરી છે. એક્ચ્યુઅલી મેં મારી ખુશી ઓ પસંદ કરી છે. આનંદ અને શાંતિની શોધમાં રખડતા ભટકતાં અચાનક તું મળી ગઈ !!! મને મારી ખુશી ઓ મળી ગઈ !! મારી શોધ અટકી ગઈ.