તકરાર અને ગુસ્સાને શાકના વઘારમાં વપરાતા રાઈ અને જીરા જેવું સમજો. તેલમાં તતડે અને શાક નાખો એટલે શાંત થઇ. આપણામાં ઈગો-અહંકર છે એટલે ચકમક થશે પરંતું એને જીદની હવા આપવી નહિ. વાતચીત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં એને શાકની જેમ પોતાની સમજનો ઉપયોગ કરી એને શાંત કરવું હિતાવહ છે. જેમ રસોઈ બનાવામાં આપણે તકેદારી રાખીએ તેમ પોતાના ગૃહ સંસારમાં તકેદારી જરૂરી છે. સ્વાદ અનુસાર વાપરતા મસાલા જ રસોઈને એક જુદી જ સોડમ અને સ્વાદ આપે તેમ જિંદગીની રસોઈ ઉત્તમ બનાવીએ !