વેર વિરાસત - 44

(73)
  • 6.4k
  • 2
  • 2.2k

વેર વિરાસત ભાગ - 44 નવા બનેલા હાઈરાઈઝ બિલ્ડીંગના બાવીસમાં ફ્લોરના ફ્લેટની વિશાળ બાલ્કનીમાં ઉભા ઉભા સેતુમાધવન નીચે તાકી રહ્યો હતો. અચાનક આવેલા ભૂકંપે એની બની બનાવેલી સૃષ્ટિને રાખના ઢેરમાં બદલી નાખી હતી. એક રાતમાં દુનિયા ઉપરતળે થઇ ચૂકી હતી. માધવને ચહેરા પર સ્વસ્થતાનો નકાબ લગીરે હટવા નહોતો દીધો પણ વર્ષો સુધી જેને પોતાનું માની લીધું હતું એ ઘર છોડવાનું આવ્યું ત્યારે રંજ તો પારાવાર થયો હતો. '... એ ઘર મારું ક્યારેય હતું જ નહીં તો એનો હરખ શોક શું કરવાનો ?' માધવન એકની એક વાત વારંવાર શમ્મીને કહી ચૂક્યો હતો. છેલ્લે તો શમ્મીની નજરમાં રહેલી સહાનુભૂતિને પારખી જઈ ચૂપ થઇ જવું પડ્યું : હવે તો