અરે પણ ના પાડવાનું કોઇ સટીક કારણ તો હોવું જોઇએ ને છોકરો સારા ઘરનો સુંદર અને કમાતોધમાતો હોય તો ના પાડવાનું કોઇ કારણ જ ના હોય. મને તો એની આ દાદાગીરી જ લાગે છે. આ રીતે તો તે સમાજના છોકરાઓને અપમાનિત કરી રહી છે. ના જાણે પોતાને કેટરિના કે દીપિકા શું સમજી રહી છે.. ભાઇ, આપણે શું એને પણ આજે નહીં તો કાલે કોઇ મુરતિયો પસંદ તો કરવો પડશે ને...એની વાત એ જાણે પણ તું આવ્યો ત્યારથી આ મોહિનીનું મહાપુરાણ લઇને કેમ બેસી ગયો તારા તો લગ્ન થઇ ગયા છે ને! મિનેશે ટીખળ સાથે રત્નેશની બોલતી બંધ કરી દીધી.