પૃથિવીવલ્લભ - 32

(73)
  • 9.2k
  • 8
  • 2.9k

૩૨. ભિક્ષા ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીની અધમતા ને માનહીનતા મૃણાલવતી અત્યારે અનુભવતી હતી. તેણે ધારેલું પરિણામ આવ્યું નહિ - એટલું જ નહિ, પણ સદાને માટે મુંજ હાથમાંથી ગયો - વખત છે ને તે પ્રાણ પણ ખૂએ. વળી આખા જગતમાં તેની ફજેતી થઈ અને વૈરાગ્યના આડંબરથી જે માન, સત્તા ને શાંતિ મળ્યાં હતાં તે બધાં તદ્દન નાબૂદ થઈ ગયાં. છેલ્લાં-છેલ્લાં લક્ષ્મીદેવીના એક વાક્યે આખા જન્મારાનું વેર લીધું અને હવેથી તૈલંગણનાં કાગડા-કૂતરાં પણ તેની સામે નહિ જુએ એવી અધોગતિએ તે પહોંચી. સુખ ગયું, પ્રણય ગયો, વૈરાગ્ય ગયો, માન ગયું, સત્તા ગઈ, છતાં વસુંધરાએ ન આપ્યો માર્ગ ને યમે ન લીધા પ્રાણ.