પૃથિવીવલ્લભ - 30

(61)
  • 7.9k
  • 10
  • 2.3k

૩૦. વિલાસ કેમ છૂટી ભોજ પચીસ ડગલાં ચાલ્યો, અને તેનું માથું ફરતું અટક્યું ને તેને ભાન આવ્યું. તે ચમક્યો વિલાસ તેને હલકી લાગી. તેણે હોઠ કરડી સ્વાસ્થ્ય મેળવવા પ્રયત્ન કર્યો. તેને ધ્રાસ્કો પડ્યો. તેનો જમણો હાથ વિલાસના પીઠના ભાગ નીચે હતો. તેમાં પાણી આવતું લાગ્યું. પાણી - લોહી - આટલું બધું ! ભોજનું હૃદય થંભી ગયું. તેના પગ ધ્રૂજવા માંડ્યા - તે ઊભો રહી ગયો.