સત્યના પ્રયોગો - ભાગ-5 - 1

(12)
  • 7.7k
  • 4
  • 1.6k

આ પ્રકરણમાં દેશમાં ઉતર્યા પછી ગાંધીજીનો પહેલો અનુભવ અને ગુજરાતીમાં કરેલા પ્રવચનનું વર્ણન છે. દેશમાં ફિનિક્સ જેવું વાતાવરણ મળી રહે તે માટે બાળકોને પ્રથમ કાંગડી ગુરુકૂળ અને ત્યાર બાદ શાંતિનિકેતનમાં મૂકવામાં આવ્યા. સુશીલ રૂદ્રના સંબંધમાં એન્ડ્રુઝે ગાંધીજીના બાળકોને મુકી દીધા હતા.રૂદ્રની પાસે આશ્રમ નહોતો, પોતાનું ઘર જ હતું. તે ઘરનો કબજો તેમણે ગાંધીજીના કુટુંબને સોંપી દીધો હતો. ગાંધીજી મુંબઇ ઉતર્યા ત્યારે કુટુંબ શાંતિનિકેતનમાં હતું. મુંબઇમાં પિટીટને ત્યાં ગાંધીજી માટે મેળાવડો રાખવામાં આવ્યો હતો. તે વખતે ગાંધીજી અંગરખુ અને માથે પાઘડી પહેરી ગયા હતા. ગુજરાતીઓનો મેળાવડો સ્વ.ઉત્તમલાલ ત્રિવેદીએ ગોઠવ્યો હતો. આ મેળાવડામાં ઝિણાએ અંગ્રેજીમાં પ્રવચન આપ્યું હતું. ગાધીજીનો વારો આવ્યો ત્યારે તેમણે ગુજરાતીમાં પ્રવચન કર્યું અને ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામનો તેમનો વિરોધ નમ્ર રીતે વ્યક્ત કર્યો.ગાંધીજીના ગુજરાતીમાં ઉત્તર વાળવાની હિંમતનો કોઇએ અનર્થ ન કર્યો. મુંબઇમાં બે-એક દિવસ રહી ગોખલેની આજ્ઞાથી આરંભિક અનુભવો લઇ ગાંધીજી પૂના ગયા