શિવતત્વ - પ્રકરણ-13

  • 4.1k
  • 1.7k

શિવતત્ત્વ: ૧૩ ( શિવનું નીલકંઠ સ્વરૂપ) મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર રોજની જેમ હજારો લોકો ટ્રેન પકડવાની રાહમાં ઊભા હતા. ટ્રેન આવી જ રહી હતી તેવામાં એક યુવકે આત્મહત્યા કરવા માટે ટ્રેનના પાટા પર ઝંપલાવ્યું. ઊભેલા લોકની ચીસાચીસ થઈ ગઈ, પરંતુ એ જ સમયે એક બીજા યુવકે આત્મહત્યા કરવા પડેલા યુવકને બચાવવા માટે છલાંગ લગાવી. તેણે આત્મહત્યા કરતા યુવકને પાટા પરથી દૂર ધકેલ્યો. બચાવનાર યુવકની આ કોશિશથી આત્મહત્યા કરવા કૂદનાર યુવક તો સંપૂર્ણ સુરક્ષિત બચી ગયો, પરંતુ ટ્રેન બિલકુલ નજીક આવી જવાથી બચાવવાની ઝપાઝપીમાં બચાવનાર યુવકનો ડાબો પગ પાટા નીચે આવીને કપાઈ ગયો. બચાવનારો યુવક પગ કપાઈ જવાથી ભયંકર પીડા સાથે લોહી નીતરતી હાલતે લથબથ પડ્યો હતો.