શિવતત્વ - પ્રકરણ-12

  • 4.5k
  • 1.7k

શિવતત્ત્વ: ૧૨ (શિવ જગતગુરૂ સ્વરૂપ) રામચરિત માનસના લેખનની શરૂઆત કરતાં તુલસીદાસજીએ પ્રથમ મંગલાચરણના શ્લોક લખ્યા છે. તુલસીદાસજી રામના ભક્ત હોવા છતાં રામની પહેલાં શિવને વંદન કરે છે. ‘‘વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણમ, યમાશ્રિતો હિ વક્રોપિચંદ્રઃ સર્વત્રવન્દ્યતે’’ તુલસીજી કહે છે, હું એવા શંકરની વંદના કરું છું જે નિત્ય બોધમય ગુરુરૂપ છે. જેમના આશ્રયે રહેલા વક્ર (વાંકા) ચંદ્રને પણ સહુ કોઈ વંદન કરે છે. તુલસીદાસજીની આ વંદનામાં બે દૃષ્ટિકોણ છે. એક અંતર સંબંધી અને એક બ્રાહ્મ સંબંધી. એક શિવ અંતરમાં રહીને નિત્ય બોધનો પ્રકાશ પાથરતા રહે છે અને એક શિવ જેમણે જગતને બોધપ્રદ હજારો શાસ્ત્રો આપ્યાં છે.