અંતર આગ

(151)
  • 5.1k
  • 1
  • 2.3k

આજે કોઈ ચીતારે દોરેલા સુંદર ચિત્ર ઉપર કાળા રંગની પીંછી ફરી વળી હતી..... પ્રદીપના હૃદય ના ઊંડાણમાંથી એક આછો ચિત્કાર નીકળ્યો આ....લી.... યા..... ફર્શ ઉપર એ ઘૂંટણભેર ફસડાઈ પડ્યો. આ....લી..... યા..... એના શબ્દો ગળામાં જ અટકી ગયા. એની ભીની આંખો સામે એક આકૃતિએ આકાર લીધો. મોટી કાળી આંખો, ગૌરવર્ણ, ગુલાબના ફૂલની પાંદડી જેવા હોઠ અને નાના બાળક જેવા નિર્દોષ મધુર સ્મિત વાળો આલિયાનો ચહેરો એની નજર સમક્ષ જાણે તરવરવા લાગ્યો.....