આજકાલ ભગવા કપડાં પહેરનારા લોકોના એવા એવા કૌભાંડો સામે આવે છે કે શિક્ષિત લોકોની સાધુ-સંતો પરથી આસ્થા ડગવા લાગી છે. એ વાત સાચી છે કે આજે ધર્મના નામે દંભ વધ્યો છે પરંતુ માણસને ત્રિકાળજ્ઞાની સંતનો ભેટો થઇ ગયો હોય એવા પ્રસંગોનો પણ તોટો નથી. પ્રત્યેક સંત સાચા અને સારા ન હોય એ વાત માન્ય પણ પ્રત્યેક સંત ખોટા અને દંભી હોય એ સ્વીકાર થાય એમ નથી. અહીં, એક વ્યક્તિના આવા અનુભવને વાર્તા સ્વરૂપે આલેખવાનો પ્રયાસ કર્યો છે, આપ વાચક મિત્રોને તે પસંદ પડશે...