પૃથિવીવલ્લભ - 26

(71)
  • 9.2k
  • 6
  • 2.8k

પૃથિવીવલ્લભ - 26 (લક્ષ્મીદેવીની રજા) બીજે દિવસે સવારના રસનિધિએ લક્ષ્મીદેવીને ખોળી કાઢ્યાં. તે અસંતોષની મૂર્તિ જેવી એક તરફ રસનિધિનું કાવતરું પોષવામાં ને બીજી તરફ મહાસામંતમાં અસંતોષનું ઝેર પ્રસારવામાં મશગૂલ રહી હતી. રસનિધિ આવ્યો એટલે લક્ષ્મીદેવી તેની પાસે આવ્યાં. ‘કેમ રસનિધિ, હજુ અહીંયાં ’ ‘આજે રાતે,’ ચારે તરફ નજર નાખી રસનિધિએ કહ્યું. ‘કાલે શું મુહૂર્ત નહોતું ’ તિરસ્કારથી લક્ષ્મીદેવીએ પૂછ્યું.