મિશન વસુંધરા

(34)
  • 4.2k
  • 4
  • 1.1k

મહત્વની વાત એ હતી કે, વર્મહોલ માં જવા માટે હિના પણ તૈયાર થઈ હતી.કેમ એ તો કદાચ નીલ જ કહી શકે એમ હતું. સાથે ગૌરવ પણ.કારણ દિપક. એક પછી એક અવકાશવીરો યાનમાં ગોઠવાઈ રહ્યા.બધા જ બેસી ગયા પછી એક આખરી નઝર,નીલે ટાઈટનની ધરતી પર નાખી અને એન્જીન સ્ટાર્ટ કર્યું. દૂર દૂર ઉભા રહેલ મિસ ફાગૂનની આંખમાં કૈક પાણી જેવું કળાતું એણે અનુભવ્યું. અને એક આખરી સલામી આપીને નિલે યાન હંકારી મેલ્યું. અને............... જોત જોતામાં યાન વર્મહોલ માં અદ્રશ્ય થઈ ગયું....... શું થશે હવે!! એક ઘેરો સવાલ ફાગૂનના દિલને થડકાવી ગયો...