મિશન વસુંધરા

(33)
  • 4k
  • 3
  • 881

NOVA 007x નામ નું ભેદી યાન જેના પર 3250 અંકિત હતું. જેનો સીધો મતલબ એ થાય છે કે એ યાન આજ થી 1000 વર્ષ પછી નું છે, કોઈ એવી પૃથ્વી પર થી આવેલ છે જે આપણા થી એક હજાર વર્ષ આગળ છે.!! બધી જ રીતે આગળ, યાન ની સાઈઝ મા પણ.!! બધા ડેટા રેડિયો ટેલિસ્કોપ અને બીજા અત્યાધિનિક સંયનત્રો થી મળેલ છે એ પ્રમાણે, ત્યાં પહોંચવું અતિ મુશ્કેલ છે,મિશન ખૂબ ખતરનાક અને જાનલેવા છે. જરા સી ચૂક અને મિશન ફેઈલ.!! ફાગૂન કહી રહી... ત્યાં પહોંચવાનો કોઈ સરળ રસ્તો નીલ પૂછી રહ્યો. નીલ હવે અતિગંભીરતા થી ધ્યાન આપી રહ્યો હતો.. હા, એક રસ્તો છે. ફાગૂન બોલી. કયો રસ્તો સૌ બોલી ઉઠ્યા. વર્મ હોલ .ફાગૂન કહી રહી.... અને ફાગૂન બોલતી જ ગઈ અને સૌના ચહેરા ઉત્તેજના થી ઉભરાઈ રહ્યા...