વાર્તા વિશ્વમાં ખીલેલું નવું કમળ - મહોતું

  • 10k
  • 2
  • 2.2k

આ વાર્તા સંગ્રહ રામ મોરી નામના લેખકે (એટલે કે પુરુષે) લખેલી હોવા છતાં બધી વાર્તા સ્ત્રીના મુખે કહેવાયેલી છે. સ્ત્રીની મનોવ્યથાને કાગળના કેનવાસમાં આબેહુબ કંડારી શકવાની કસબ લેખકને હસ્તગત છે. ઉપદેશ કે બોધ આપવાના પ્રયાસ કર્યા વગર વાર્તાને કરૂણ મોડ પર છોડી લેખક કઈપણ કહ્યા વગર આગળ નીકળી જાય છે જે વાંચકને વિચારવા મજબુર કરે છે અને દરેક વાર્તાનો સ્વતંત્ર અર્થ કરવાની સ્વતંત્રતા આપે છે. મહોતું વાંચતી વખતે લેખકે આલેખેલી વેદના દિલને સ્પર્શ કરીને આખોની ભીનાશમાં નદી બનીને ક્યારે વહી જાય એની ખબર ય ન પડે! આ વાર્તાને દિલ્લી સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર મળેલો હોઈ મારા રીવ્યૂની મહોતાજ નથી જ. નવા લેખક સારું લખતા નથી એવી સતત ફરિયાદ કર્યા બાદ નવા લેખકોના સારા પુસ્તકોને પોખવામાં ક્યાંકને ક્યાંક ઢીલાશ થઈ જતી હોય છે. જેણે આ બુક વાંચવાનું નક્કી કરી લીધુ છે તેણે આ લેખ વાંચવાની બીલકુલ જરૂર નથી. જે જાણવા માંગતા હોય કે પુસ્તકમાં શું પીરસાયું છે એના માટે આછોપાતળો પરિચય કરાવવાનો પ્રયાસ કરાયો છે. સારા પુસ્તકના પોખણા થવા જ જોઈએ એવી એક માત્ર ભાવના આ વાચકની ખરી. આ વાંચીને કોઈને પણ પુસ્તક સુધી પહોચવાની પ્રરણા મળે એ આ લેખ લખ્યાનું ઈનામ અને સંતોષ! વીધાઉટ વેસ્ટીંગ ટાઈમ, ઓવર ટુ ધ સ્ટોરી...................