શિવતત્વ - પ્રકરણ-5

(20)
  • 5.2k
  • 2.1k

શિવતત્વ - પ્રકરણ-5 (શિવ અને શંકર વચ્ચે શો તફાવત છે ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર ઘણી વખત લોકો પ્રશ્ન ઊભો કરે છે કે શિવ અને શંકર એ બંને એક જ છે કે જુદા-જુદા અમુક ધર્મ અને પંથના લોકો પણ શિવ અને શંકરના રૂપમાં ભેદ બતાવે છે. અમુક લોકો કહે છે કે શિવ એ નિરંજન નિરાકાર છે, જ્યારે શંકર આકારી છે. શિવ એ કલ્યાણકારી છે, જ્યારે શંકર વિનાશકારી છે, શિવ પરમધામ નીવાસી છે, જ્યારે શંકર કૈલાસનિવાસી છે. શિવ એ જ પરમ પિતા છે અને પુરાણોએ જે શંકર, મહાદેવ, પાર્વતીપતિ, ઉમાપતિ, કૈલાસનિવાસી વગેરે નામોથી જે વાત કરી છે તે શિવથી જુદા છે. શિવલિંગ સ્વરૂપે પૂજાય છે અને શંકર મૂર્તિમંત સ્વરૂપે.