પૃથિવીવલ્લભ - 20

(76)
  • 7.6k
  • 5
  • 2.9k

પૃથિવીવલ્લભ - 20 (પાદપ્રક્ષાલન) સવારના પહોરથી તૈલપરાજના દરબારમાં ધામધૂમ થઈ રહી. સામંતો ને મહારથીઓની ઠઠ જામવા લાગી. પાદપ્રક્ષાલન એક પાપ-પુણ્યનો કુંડ હતો. તેમાંથી જે કેદ થયેલા રાજાઓ નિર્વિÎને નીકલી જતાં તેઓને પોતાનું રાજ્ય સામંત તરીકે ભોગવવા દેવાની રજા આપવામાં આવતી. અને જે કોઈ અભિમાનના તોરમાં તેમાંથી ન નીકળતાં તે હાથીને પગે કે કારાગૃહમાં જીવન પૂરું કરવાનું નોતરું માંગી લેતા. તૈલપ પોતે અનેક વાર મુંજરાજના પગ ધોઈ તૈલંગણના સિંહાસનની પ્રસાદી પામ્યો હતો, આજે ધારાનું સિંહાસન મુંજને તૈલપના પગ ધોઈ યાચવાનું હતું.