પૃથિવીવલ્લભ - 14 (કાષ્ઠપિંજર) આજે રાતે મૃણાલવતીને ઊંઘ આવી નહિ. આ અપરિચિત અનુભવ હતો કારણ કે, તે સદાયે નિરંતે ઊંઘતી. તેણે ઊંઘ આણવા મથામણ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહિ. તેણે ધ્યાન કરવા પ્રયત્ન કર્યા પણ તે રુચ્યું નહિ. મુંજના પાપપુણ્યનું સરવૈયું કાઢવામાં જ તેના મનને અત્યારે ખરો સાર સમાયેલો લાગ્યો.