સત્યના પ્રયોગો - ભાગ-4 - 37

  • 4.8k
  • 1.1k

આ પ્રકરણમાં ગાંધીજીના સ્વદેશાગમન સમયના અનુભવોનું વર્ણન છે. 1914માં સત્યાગ્રહની લડતનો અંત આવતા ગોખલેની ઇચ્છાથી ગાંધીજી ઇંગ્લેડ થઇને ભારત આવવા નીકળ્યા. તેમની સાથે કસ્તૂરબા, કેલનબેક હતા. તેઓએ ત્રીજા વર્ગની ટિકિટ લીધી. ગાંધીજીને સ્ટીમરમાં અલગથી સૂકા લીલા ફળ પૂરા પાડવાની આજ્ઞા સ્ટીમરના ખજાનચીને મળી હતી. મિ.કેલનબેકને દૂરબીનનો શોખ હતો. એક-બે કિંમતી દૂરબીનો તેમણે રાખ્યા હતા. એક દિવસ ગાંધીજીએ કહ્યું કે આપણી સાદગી અને આદર્શને આડે આ દૂરબીનો આવે છે. તેના કરતાં તો આપણે આ દૂરબીનને દરિયામાં જ ફેંકી દેવું જોઇએ. કેલનબેકે તરત તેને દરિયામાં ફેંકી દીધું. તેની કિંમત સાત પાઉન્ડ હતી. મિ.કેલનબેકનો મોહ છૂટી ગયો. ગાંધીજી કહેતા કે શુદ્ધ સત્યની શોધ કરવી એટલે રાગદ્ધેષાદીથી સર્વથા મુક્તિ મેળવવી. ગાંધીજી અને કેલનબેક સત્યને અનુસરીને જ ચાલવાનો પ્રયત્ન કરતા. ગાંધીજી કસરત માટે આગબોટમાં ચાલવાની કસરત કરતા તેથી તેમના પગલમાં દુઃખાવો થયો હતો. વિલાયતમાં ડોકટર જીવરાજ મહેતાએ ગાંધીજીને સલાહ આપી હતી કે જો તમે થોડાક દિવસ આરામ નહીં કરો તો પગ કાયમ માટે ખોટકાઇ જશે