સત્યના પ્રયોગો - ભાગ-4 - 35

  • 3.7k
  • 1.1k

આશ્રમમાં સારા અને ખરાબ છોકરાઓ વચ્ચેના ભેદની ચર્ચા ગાંધીજીએ કરી છે. આશ્રમમાં કેટલાક છોકરાઓ ઘણાં તોફાની, નઠારા અને રખડુ હતા. તેમની સાથે જ ગાંધીજીના ત્રણ દીકરાઓ હતા. મિ.ક્લેનબેકે ગાંધીજીને કહ્યું કે આ રખડુ છોકરાઓની સાથે તેઓ બગડી જશે. જો કે ગાંધીજીએ કહ્યું કે ‘મારા અને રખડુ છોકરાઓ વચ્ચેનો ભેદ હું નહીં કરી શકું. મારા કહેવાથી જ તેઓ આવ્યા છે તો મારો ધર્મ સ્પષ્ટ છે મારે તેમને અહીં જ રાખવા જોઇએ. મારા છોકરાઓ બીજાના છોકરા કરતા ઊંચા છે એવો ભેદભાવ હું ન રાખી શકું.’ આ પ્રયોગથી ગાંધીજીને લાગ્યું કે તેમના દીકરાઓ બગડ્યા નહોતા. ગાંધીજીને લાગ્યું કે મા-બાપની દેખરેખ બરોબર હોય તો સારા અને નઠારાં છોકરા સાથે રહેને ભણે તેથી સારાને કશી હાનિ થતી નથી.પોતાના છોકરાને તિજોરીમાં પૂરી રાખવાથી જ તે શુદ્ધ રહે છે અને બહાર કાઢવાથી અભડાય છે એવો કોઇ નિયમ તો નથી જ.