લગભગ કોઈ કોઈ જ અજાણ હશે ત્યાં બનતી ઘટનાઓથી! દરિયાની સપાટી પર ચાલતા જહાજોથી લઈને હવામાં ઉડતા વિમાનો સુદ્ધાં આ ક્ષેત્રફળમાં ગાયબ થયાના દાખલા છે. ક્રેશ થવાની વાત તો સમજ્યા પણ વિમાન કે જહાજના કાટમાળના એકાદ ટુકડાનો કે એના પર સવાર યાત્રીઓની લાશોનોય પત્તો લાગતો નથી. આ વિસ્તાર પોતાનું રહસ્ય પોતાનામાં જ અકબંધ રાખીને બેઠો છે. અત્યાર સુધી ઘણા બધા વૈજ્ઞાનિકો અને લેખકોએ એના વિશે લખ્યું છે, પ્રકાશિત કર્યું છે પણ હજીયે એના સચોટ રહસ્ય વિશે આશંકાઓ વ્યાપ્ત છે.