અસર - પાંચ વાર્તાઓ

(14)
  • 3.3k
  • 3
  • 1.4k

આ અસર છે ગામને નજીકથી અને દૂરથી જોયાની. આ અસર છે ગામની સીમને, નદીનાળાને, ખાડાટેકરાને, ઝાડપાનને, એ તમામને પોતાનાં માન્યાંની. આ અસર છે ગામથી દૂર ભાગ્યાની. આ અસર છે શહેરની ભીડમાં જોડાયાની, ટોળામાં ખોવાયાની, સાત દોડ્યાની, પડ્યા આખડ્યાની, ઘવાયાની, ફરીથી ઊભા થયાની, ધૂળ ખંખેરીને ફરીથી દોડ્યાની. આ અસર છે ધમપછાડાની, સફળતા ને નિષ્ફળતાની, આશા ને નિરાશાની. આ અસર છે ચાંદની, સરવાણી, અભિષેક, શ્રીરંગ, મુંબઈ સમાચાર જેવાં સામયિકોએ કરેલી કદરની. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com