કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 5

  • 4.9k
  • 2
  • 1.6k

“કાવ્યાનુવાદન-રસસ્વાદન”ની પ્રસ્તાવનામાંથી કેટલોક અંશ : ‘કાવ્યાનુવાદન-રસાસ્વાદન’ ગુજરાતી સાહિત્યનું આ પ્રકારનું અનન્ય એવું પુસ્તક છે કે જેમાં ગુજરાતી કૂળના કવિઓ શ્રી વિજયભાઈ જોશી અને શ્રી મુકેશભાઈ રાવલનાં અંગ્રેજી કાવ્યોનાં 3 in 1 પ્રકારે મૂળ કાવ્યો, તેના ભાવાનુવાદ સંક્ષેપ અને રસદર્શનો આપવામાં આવ્યાં છે. પુસ્તકના કદને અનુલક્ષીને ખ્યાતનામ દેશવિદેશનાં સર્જકો વિલિયમ બ્લેક, વિલિયમ વર્ડ્ઝવર્થ, સરોજિની નાયડુ, ઉમાશંકર જોશી અને મોહતરમા રબાબ મહેરની કૃતિઓ પણ અહીં સમાવિષ્ટ છે. નીરવનું વર્ણન એ હમવતની અને હાલમાં હૈદરાબાદ ખાતે સ્થિત એવી મારી દીકરી સમાન મુનિરા અમીની કૃતિ છે. માન્યવર ઉમાશંકરભાઈની કૃતિ વાંસળી વેચનારો અને મુનિરાની નીરવનું વર્ણન એ આ સંગ્રહમાંની અપવાદ રૂપ એવી કવિતાઓ છે કે જે મૂળમાં પ્રથમ ગુજરાતીમાં લખાયેલી હતી અને જેમનો પછીથી અંગ્રેજીમાં અનુવાદ થયો છે. મુનિરાના કાવ્યનો અનુવાદ પ્રોફેસરશ્રી મુકેશભાઈએ એમની પોતાની ઇચ્છાથી કર્યો છે. મારાં કેટલાંક રસદર્શનોના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ કરી આપવા બદલ મારા મિત્ર શ્રી અશોકભાઈ વૈષ્ણવને ધન્યવાદ