પુનરાવર્તન

(37)
  • 4.8k
  • 3
  • 959

પ્રોજેકટ સબમિટ કરવાને ૧ દિવસ બાકી હતો. અને આજે રવિવાર એટલે બધા સાઇબર કાફે પણ બંધ હોય, હવે શું કરવું... એજ વિચારમાં જયદીપ બેઠો હતો. એણે કાર્તિકને દુર થી જ પોતાની તરફ આવતા જોયો. તેના ચેહરા પર સ્મિત આવી ગયું. તે મનોમન વિચારવા લાગ્યો કે લાવને કાર્તિકની પાસેથી જ લેપટોપ માંગી લવ. મારો પ્રોજેકટ પણ પુરો થઈ જશે અને બદલામાં હું કાર્તિકને તેના પ્રોજેકટમાં મદદ પણ કરી દઇશ. શું કરે છે જયદીપ, પ્રોજેકટ તૈયાર થઈ ગયો તારો... ના, યાર બાકી છે અને આજે રવિવાર છે તો બધા સાઇબર કાફે પણ બંધ છે... થોડું વિચારીને ફરી જયદીપ બોલ્યો તારું લેપટોપ મળશે કાર્તિક... હું તારા પ્રોજેકટમાં પણ તને મદદ કરી દઇશ.... મારો પ્રોજેકટ તો મારી બહેને જ સબમિટ કરી દીધો છે, અને તે મામાના ઘરે ગઈ છે તો લેપટોપ સાથે લેતી ગઈ છે... જયદીપના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ. તે ફરી વિચારોમાં સરી પડ્યો. બધા છોકરાઓ પાસે પોતાની ગાડી અને લેપટોપ છે, પણ મારી પાસે નથી, ક્યાં સુધી આમ બીજા પાસે વસ્તુ માંગતો રહું... આ વખતે તો પપ્પાને કેહવું છે કે મને લેપટોપ અપાવો.