તો

(31)
  • 5k
  • 1
  • 1.3k

અમોલને આ બધી પ્રોસીજર ( ભીડમાં બધે ફરવાનું – ચીજોના ભાવ જોવાના – પેમેન્ટ માટેની લાંબી લાઈનમાં ઉભા રહેવાનું) નો બહુ જ કંટાળો આવે. એ નીપાને કહેતો, ‘આના કરતા આપણા કરિયાણા વાળાને ફોન પર લીસ્ટ પ્રમાણે ચીજ વસ્તુઓ નોંધાવીને મંગાવી લે તો એ ફ્રી હોમ ડીલીવરી કરે કે નહીં ’ પણ નીપા કહેતી, ‘મોલમાં ઘણી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળતું હોય, અમુક ચીજમાં એક પર એક ફ્રી પણ હોય, શાક વીણીને અને જેટલું જોઈએ એટલું (૧૭૫ ગ્રામ પણ ) લેવાય, વસ્તુઓની ઘણી બ્રાન્ડ્સ હોય એટલે કમ્પેરીઝન કરીને રીઝનેબલ વસ્તુ લેવાય, ઉપરાંત મેમ્બરશીપ કાર્ડમાં પોઈંટ્સ જમા થાય, અમુક પોઇંટ્સ જમા થાય એટલે એના પર પણ વસ્તુ ફ્રી મળે. કરિયાણા વાળાને ત્યાં આવું કંઈ મળે નહીં, ઉપરાંત કારીયાણાવાળા ને ત્યાં ગરમી હોય, જ્યારે મોલમાં તો એસીની ઠંડક હોય, તને તો ખબર જ છે કે મને ઠંડક કેટલી પ્રિય છે, મારી ફેવરીટ સીઝન પણ શિયાળો છે.’ ‘હા, તું ભૂલથી અહીં ભારતમાં જન્મી, તારે તો અમેરિકા કે લંડન જેવા શીત પ્રદેશમાં જન્મ લેવા જેવો હતો.’ અમોલ હસીને કહેતો.