વેર વિરાસત - 28

(60)
  • 5.7k
  • 3
  • 2.5k

વેર વિરાસત - 28 રિયા તો ખુશીથી ઉછાળી રહી હતી નવા થયેલા ડેવલપમેન્ટથી. વાત તો નાના બજેટની ફિલ્મ માટે હતી ને અચાનક એમાં પ્રાણ સિંચાયો, નવો ફાઈનાન્સર મળી ગયો એટલે કમર્શિયલ ફિલ્મ બની શકશે એ શક્યતાએ જાણે કુમારનને આનંદથી તરબોળી દીધો હતો પણ રિયાના સ્વપ્નને પાંખ લગાડી આપી હતી. આખી વાત જ અકલ્પનીય હતી, માનો કે જાણે ચમત્કાર,એ ખુશી રિયાના ચહેરા પર આભા બનીને છલકાઈ રહી હતી પણ ઠંડુ પાણી રેડયું માધવીએ.