ટોલ્સટોય આશ્રમમાં બાળકોના શિક્ષણ અંગેની વાત આ પ્રકરણમાં કરવામાં આવી છે. આશ્રમમાં તમામ ધર્મના નવયુવકો અને બાળાઓ પણ હતી.યોગ્ય હિન્દી શિક્ષકોની અછત હતી. ડરબનથી 21 માઇલ દૂર કોણ આવે. બહારથી શિક્ષક લાવવા મોંઘા પડે તેમ હતું. ગાંધીજી માનતા કે ટોલ્સટોય આશ્રમ એક કુટુંબ છે અને તેમાં પિતારૂપે હું છું, એટલે મારે એ નવયુવકોના ઘડતરની જવાબદારી લેવી જોઇએ. ગાંધીજીએ આ જવાબદારી ઉઠાવી. તેઓ બાળાઓની સાથે દિવસ અને રાત પિતારૂપે રહેતા અને ચારિત્ર્યને તેમની કેળવણીના પાયારૂપે માન્યું. આશ્રમમાં અક્ષરજ્ઞાન માટે મિ.ક્લેનબેક અને પ્રાગજી દેસાઇની મદદ લીધી. આશ્રમમાં નોકરો નહોતા એટલે ટોઇલેટથી માંડીને રસોઇ સુધીના બધા જ કામો આશ્રમવાસીઓએ જ કરવા પડતા હતા. આશ્રમમાં કેલનબેકની સાથે બાળકો ખેતીને લગતા કામો પણ કરતા. કામને સમયે બાળકો આળસ કરે તો ગાંધીજી સખ્તાઇ કરતા. પરંતુ આનાથી તેમના શરીર ઘડાયા હતાં. આશ્રમમાં માંદગી ભાગ્યે જ આવતી. ટોલ્સટોય આશ્રમમાં એક નિયમ ગાંધીજીએ રાખ્યો હતો કે જે કામ શિક્ષકો ન કરે તે બાળકોની પાસે ન કરાવવું