સત્યના પ્રયોગો - ભાગ-4 - 30

  • 4.1k
  • 1.2k

આ પ્રકરણમાં ગાંધીજી સંયમિત જીવન અંગે વધુ ચર્ચા કરતાં દૂધ છોડવાના નિર્ણયનું વર્ણન કરે છે. કસ્તૂરબાની માંદગીના કારણે ખોરાકમાં કેટલાક ફેરફારો થયા. દિવસેને દિવસે બ્રહ્મચર્યની દ્રષ્ટિએ તેમાં ફેરફારો થતા ગયા. પ્રથમ ફેરફાર દૂધ છોડવાનો થયો. ગાંધીજી એવુ માનતા કે શરીરની જાળવણી માટે દૂધની જરૂર નથી. તેવામાં ગાયભેંસો પર ગવળી લોકો તરફથી કરવામાં આવતા ઘાતકીપણા વિશેનું કેટલુંક સાહિત્ય ગાંધીજીએ વાંચ્યુ. આ અંગે મિ.ક્લિનબેક સાથે ચર્ચા કરી. ક્લિનબેક એકલા રહેતા અને ઘરભાડાં ઉપરાંત, 1200 પાઉન્ડ દર માસે ખર્ચતા. પરંતુ ત્યાર બાદ એટલી સાદગી તેમના જીવનમાં આવી કે આ ખર્ચ ઘટાડીને માસિક રૂ.102 પર લઇ આવ્યા. ગાંધીજીના જેલવાસ પછી બન્ને સાથે રહેવા લાગ્યા ત્યાર દૂધ અંગ ચર્ચા થઇ. જેમાં એવું નક્કી થયું કે દૂધના દોષોની વાતો કરવા કરતાં તેઓએ દૂધ છોડવું જોઇએ. આમ 1912માં ક્લિનબેક અને ગાંધીજીએ દૂધનો ત્યાગ કર્યો. આ ઉપરાંત, મગફળી, કેળાં, ખજૂર અને લીંબુ જેવો સામાન્ય ખોરાક લેવા લાગ્યા.