આ પ્રકરણમાં ગાંધીજી કસ્તૂરબાના રોગો અને તેની સામે તેની દ્ઢતાનું વર્ણન કરે છે. કસ્તૂરબા પર ત્રણ ઘાતો ગઇ અને તેમાં તેઓ ઘરઘથ્થુ ઉપચારોથી જ સાજા થઇ ગયા. કસ્તૂરબાને વારંવાર રક્તસ્ત્રાવ થતો હતો જેથી ડોક્ટરે તેમને ઓપરેશન કરાવવાની સલાહ આપી. ડોક્ટરે ક્લોરોફોર્મ વગર શસ્ત્રક્રિયા કરી. ઓપરેશન વખતે કસ્તૂરબાને ખુબ દરદ થયું પરંતુ જે ધીરજથી તેમણે આને સહન કર્યું તે જોઇને ગાંધીજી આશ્ચર્યચકિત થઇ ગયા. આ બનાવા ડરબનમાં બન્યો હતો. જેમાં ડોક્ટરે ગાંધીજીને પૂછ્યા વિના કસ્તૂરબાને માંસનો સેરવો આપી દીધો. ગાંધીજીને આ વાતનું ઘણું દુઃખ થયું. તેમણે માંસનો સેરવો ન લેવા અંગે કસ્તૂરબાની પણ સંમતિ લીધી. ડોક્ટરે શક્ય તેટલા ઉદાહરણો આપી ગાંધીજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાંધીજી ન માન્યા. વરસતા વરસાદમાં ગાંધીજી ફિનિક્સ જવા માટે કસ્તૂરબાને રેલવે સુધી રિક્ષામાં અને ત્યાંથી ડબા સુધી ઊંચકીને લઇ ગયા. ફિનિક્સમાં પાણીના ઉપચારોથી ગાંધીજીએ કસ્તૂરબાને સાજા કર્યા. તેવામાં એક સ્વામી ગાંધીજીના ઘરે પધાર્યા અને માંસાહારની નિર્દોષતા પર મોટુ લેક્ટર આપ્યું પરંતુ કસ્તૂરબા ટસના મસ ન થયા.