પૃથિવીવલ્લભ - 4

(155)
  • 13.2k
  • 19
  • 5k

પૃથિવીવલ્લભ - 4 મૃણાલવતી સવારી જાવા આવવાનાં છે અને આનંદ ઉપર મુકાયેલા અંકુશો લઈ લેવામાં આવનાર છે, આ વાત ગામમાં પ્રસરતાં લોકોમાં મોટો ઉત્સવ થઈ રહ્યો. ઘણે વર્ષે દબાઈ રહેલાં હેત ઊછળ્યાં અને અદૃષ્ટ થયેલા મોજશોખો નજરે ચઢ્યાં. બીજે દિવસે સવારે ઘરોની અગાશી પર, બારીમાં હસતાં, કૂદતાં, મજાક કરતાં નરનારીઓ દેખાવા લાગ્યાં.