અધિનાયક - scene :- 2 (novel) (political thriller)

(31)
  • 5.1k
  • 2
  • 2k

આ મારો નવલકથા લખવાનો પ્રથમ પ્રયાસ છે, સામાન્ય રીતે રાજકારણ એટલે ભ્રષ્ટાચાર આચરતાં, સત્તા માટે ગમે ત્યારે પાટલી બદલી નાખતાં, સત્તા જાળવવા માટે ગમે તે હદે જતાાં નપાવટ લોકોની જમાત. જોકે, સિક્કાની બીજી બાજુ જોઇએ તો સામાન્ય લોકોને રાજકારણમાં રસ ખરો, તેમાં પણ રાજકીય લોકોના અગત જીવન વિશે જાણવાનો તાલાવેલી હંમેશા લોકોને રહે છે, સામે એટલી હકિકત છે કે લોકો ભાગ્યેજ રાજકિય લોકોની અંગત જિદંગીની મોટાભાગની હકિકતથી વાકેફ હોય, માત્ર ગુજરાતના જ નહિં પણ, રાષ્ટ્રીય ક્ષેત્રના સાહિત્યમાં પણ રાજકારણને લગતા સાહિત્યમાં ખાસ ખેડાણ થયું નથી, ત્યારે એક નાનકડા પ્રયાસરુપે આ નવલકથા આપની સમક્ષ રજુ કરી રહ્યો છું, નવલકથાના ઊંડાણમાં ન જતા એટલું જ કહિશ કે જેમ-જેમ નવલકથા વાંચતા જશો તેમ-તેમ આપને રસ પડતો જશે, નવલકથાના અંત સુધીી રોમાંચ જળવાઇ રહેશે, આપના પ્રતિભાવોની રાહ રહેશે, આપ આપના અભિપ્રાયો મારા facebook page vanraj bokhiriya- લેખક ને like કરીને જણાવી શકશો. આભાર.