કુંજ કોયલની ની આ વાતથી ગદુ ગધેડાને આઘાત લાગ્યો. તે કહે, જો કુંજ, અમે બધા જ માનીએ છીએ કે તારો અવાજ મીઠો છે અને તું સારું ગાય છે. પણ તેનો અર્થ એ નથી કે તું બીજાને ઉતારી પાડવાની ચેષ્ટા કરે. મારા આલાપને તું ઘોંઘાટ કહીને મારું અપમાન કરી રહી છે. કુંજ તેની મજાક ઉડાવતી હોય એમ હસીને બોલી: ભાઇ, હું તારું અપમાન ક્યાં કરી રહી છું... હું તો તને હકીકત બતાવી રહી છું. તું એક ગધેડો છે એ ભૂલીશ નહીં. તું ગમે તેટલું સૂરમાં ગાવાનો પ્રયત્ન કરીશ પણ હોચી હોંચી જ ગણાશે. તેં ગીત ગાયું એમ નહીં લાગે. જ્યારે હું તો અમસ્તુ ગાઇશ તો પણ સૂરમાં જ ગણાશે. ગદુને લાગ્યું કે કુંજ અભિમાનમાં બોલી રહી છે.