Krishna Karan

(14)
  • 4.4k
  • 5
  • 1.2k

નદિની પેલે પાર, ઘોર અંધકાર.. કાળા ચટ્ટાક વાદળો જે દેખાઈ નથી રહ્યા કારણ કે સુર્ય એને સાથ નથી આપી રહ્યો. એ ઘનઘોર વાદળોમાં કોઈકના આંસુ ભરાયેલા છે. એ આંસુ આજે ડુબોવી મારશે.? કારણ કે નદીમાં વહેતા પાણીના કાંઠાની કોઈ સીમા જ નથી. એ નદીમાં જાણે દરિયાઈ તુફાન આવ્યુ હોય. એ કોપ સહેવા કોણ તૈયાર થશે ? આ તો ક્રિષ્ન જન્મરાત્રીનો માત્ર એક સીન છે. પણ આ સીન ક્રિષ્ન જન્મ માટે આવશ્યક પણ છે. ગીતા મા ઈશ્વર ક્યારે ક્યારે જન્મ લે અને ક્યા પ્રયોજનથી જન્મ લે એતો ક્રિષ્નએ કહી દીધુ. પણ એક રીતે એણે પોતાની દાસ્તાન તો નથી જ કીધી. ઈશ્વર જન્મ માટે “યદા યદા હી ધર્મસ્યા, ગ્લાનીર્ભવતી ભારતઃ” ની જરૂર પડે પણ ક્રિષ્ન જન્મ માટે બીજા કારણો છે.